(એ.આર.એલ),કોલકતા,તા.૧૧
કોલકાતાની સરકારી હોસ્પટલમાં તાલીમાર્થી મહિલા ડાક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે પશ્ચિમ બંગાળમાં રાજ્યમાં વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે. વિરોધ કરી રહેલા જુનિયર ડોક્ટરોએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રાજ્યમાં ચાલી રહેલી મડાગાંઠને રોકવા માટે મુખ્યમંત્રી સાથે બેઠકની માંગ કરી છે. અગાઉ, સીએમ મમતા બેનર્જીએ મડાગાંઠને ઉકેલવા માટે આંદોલનકારી જુનિયર ડોકટરોને રાજ્ય સચિવાલયમાં બેઠક માટે બોલાવ્યા હતા. આના પર, ડાક્ટરોએ કહ્યું હતું કે બંગાળના આરોગ્ય સચિવ, જેમનું રાજીનામું અમે ઈચ્છીએ છીએ, તેમને બેઠકમાં મોકલવું અપમાનજનક છે.ડોકટરોએ કહ્યું કે રાજ્ય સરકારના અધિકારીઓ સાથેની બેઠકો માટે પ્રતિનિધિઓની સંખ્યા ૧૦ સુધી મર્યાિદત કરવી પણ તેમના માટે અનાદર છે. આ અંગે બંગાળના નાણામંત્રી ચંદ્રીમા ભટ્ટાચાર્યએ કહ્યું કે મુખ્યમંત્રી વિરોધ કરી રહેલા ડોકટરોના પ્રતિનિધિમંડળની બેઠકમાં આવવા માટે તેમના રૂમમાં રાહ જાતા રહ્યા, પરંતુ તેમને ડોકટરો તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહીં.કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ-હોસ્પટલમાં જુનિયર ડાક્ટર સાથે નિર્દયતાની ઘટના ૯ ઓગસ્ટના રોજ બની હતી. મૃતક મેડિકલ કોલેજના ચેસ્ટ મેડિસિન વિભાગના બીજા વર્ષનો અનુસ્નાતક વિદ્યાર્થી અને તાલીમાર્થી ડોક્ટર હતો. ૮ ઓગષ્ટના રોજ પોતાની ડ્યુટી પૂરી કર્યા બાદ રાત્રે ૧૨ વાગે પોતાના મિત્રો સાથે ડીનર લીધું હતું. ત્યારપછી મહિલા તબીબનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ઘટનાના બીજા દિવસે સવારે ચોથા માળે આવેલા સેમિનાર હોલમાંથી ડોક્ટરની અર્ધ નગ્ન અવસ્થામાં લાશ મળી આવતા મેડિકલ કોલેજમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાસ્થળેથી મૃતકનો મોબાઈલ ફોન અને લેપટોપ મળી આવ્યો હતો. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મહિલા ડાક્ટર સાથે બળાત્કારની ઘટના બની હતી. જુનિયર મહિલા ડોક્ટરની લાશ ગાદલા પર પડી હતી અને ગાદલા પર લોહીના ડાઘા જાવા મળ્યા હતા. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મૃતક મહિલા ડાક્ટરના મોં અને બંને આંખો પર ઘા હતા. પ્રાઈવેટ પાર્ટ પર લોહીના નિશાન અને ચહેરા પર નખના નિશાન જાવા મળ્યા હતા. હોઠ, ગરદન, પેટ, ડાબા પગની ઘૂંટી અને જમણા હાથની આંગળી પર ઈજાના નિશાન હતા.
તમને જણાવી દઈએ કે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પટલે આ મામલાની તપાસ માટે ૫૧ ડોક્ટરોને નોટિસ પાઠવી છે. તેમને ૧૧ સપ્ટેમ્બરે તપાસ સમિતિ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. તેમના પર સંસ્થાના લોકતાંત્રક વાતાવરણને જાખમમાં મૂકવા, ડરાવવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને કાર્યકારી વાતાવરણને બગાડવાનો આરોપ છે. વાસ્તવમાં, આરજી કાર હોસ્પટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડાક્ટરના મૃત્યુ પછી જૂનિયર ડાક્ટર્સ ૯ ઓગસ્ટથી વિરોધ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં વિરોધ કરી રહેલા જુનિયર ડોકટરોએ કહ્યું કે તેઓ આરજી કાર હોસ્પટલના મૃતક ડોક્ટર માટે ન્યાયની માંગ સાથે તેમનું ‘કામ બંધ’ ચાલુ રાખશે. જા કે, સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને મંગળવારે સાંજે ૫ વાગ્યા સુધીમાં કામ પર પાછા ફરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે જા ડોક્ટરો કામ પર પાછા નહીં ફરે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.