દેશના સૌથી પાવરફુલ કપલ્સના મામલે આ વખતે ભલે કોર્પોરેટ વર્લ્‌ડની જોડી એટલે કે મુકેશ અંબાણી-નીતા અંબાણીનું નામ સૌથી ઉપર હોય, પરંતુ બોલીવુડમાં આ મામલે દીપિકા-રણવીરે બાજી મારી લીધી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલીવુડના સૌથી પાવરફુલ કપલ બની ગયા છે. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ હ્યૂમન બ્રાંડ્‌સએ હાલમાં જ કરેલા એક સર્વેમાં બોલીવુડના અનેક કપલ્સ સામેલ કરવામાં આવ્યા હતા. જોકે ખાલી બોલીવુડના જ કપલની વાત કરીએ તો પહેલા નંબરે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સૌથી પાવરફુલ કપલ બની ગયા છે. જ્યારે બીજો નંબરે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જોડી છે. આ સર્વેમાં ૨૫ થી ૪૦ વર્ષના ૧૩૬૨ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા અને એમને કોર્પોરેટથી લઇને બોલીવુડના કપલ્સની કેટલીક ખાસયિતો વિશે પૂછવામાં આવ્યું હતું. જેમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડીને સૌથી વધુ ૮૬ ટકા વોટ મળ્યા હતા, જ્યારે અનુષ્કા અને વિરાટને ૭૯ ટકા લોકોએ પારવફુલ કપલ તરીકે ગણાવ્યું હતું. દીપિકા અને રણવીરની જોડીને સૌથી વધારે ફનલવિંગ, ચા‹મગ અને બધાથી અલગ આંકવામાં આવી છે. બોલીવુડની બીજી સૌથી પાવરફુલ જોડી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને સૌથી ઓથેન્ટિકક અને બેસ્ટ બ્રાન્ડ જોડી માનવામાં આવી છે. ગત વર્ષે પણ આ મામલે દીપિકા-રણવીર અને અનુષ્કા-વિરાટની જોડી વચ્ચે ટક્કર જોવા મળી હતી. આ સર્વેમાં સૌથી સન્માનિત જોડી તરીકે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની જોડીને સામેલ કરવામાં આવી છે, જ્યારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડીને સૌથી સ્ટાઇલિશ કપલ માનવામાં આવે છે. આ સર્વેમાં આલિયા-રણબીરને ૭૨ ટકા વોટ મળ્યા છે. આ જોડીઓમાં અક્ષય કુમાર અને ટિવંકલ ખન્નાની જોડીને સૌથી બેબાક અને ભરોસાપાત્ર જોડી માનવામાં આવે છે. ટિવંકલ-અક્ષયની જોડીને કુલ ૬૮ ટકા વોટ મળ્યા હતા. આ વર્ષે બોલીવુડની સૌથી પાવરફુલ જોડીની રેસમાં કેટરિના કૈફ અને વિકી કૌશલની જોડીને પણ સામેલ કરવામાં આવી છે. આ કપલ એમના લગ્નને લઇને ચર્ચાનો વિષય બનેલું છે. આ સિવાય આ યાદીમાં શાહરુખ-ગૌરી, સિદ્ધાર્થ રોય કપૂર-વિદ્યા બાલન, જોવેદ અખ્તર અને શબાના આઝમી તથા ભૂષણ કુમાર અને દિવ્યા ખોસલા કુમાર પણ સામેલ હતા.