ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૨૬ ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે, જેમાં વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાયાની કમાન સંભાળતો જાવા મળશે. વિરાટ કોહલી પાસે આ ત્રણ મેચની સીરીઝમાં રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણને પાછળ છોડવાની શાનદાર તક હશે. કોહલીએ દક્ષિણ આફ્રિકામાં ૫ ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે ૫૫૮ રન બનાવ્યા છે.
ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી અને બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી વચ્ચે ચાલી રહેલા મતભેદો વચ્ચે ટીમ ઈન્ડિયાદક્ષિણ આફ્રિકા પહોંચી ગઈ છે. દક્ષિણ આફ્રિકામાં ૨૬ ડિસેમ્બરથી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ અને ત્રણ વનડે સીરીઝ રમાશે. વનડે સીરીઝ ૧૯ જાન્યુઆરીથી શરૂ થશે. ટીમ ઈન્ડિયાયા દક્ષિણ આફ્રિકા પહોંચે તે પહેલા જ કોહલી-સૌરવ વચ્ચે અણબનાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. જા કે, આ મતભેદો સિવાય, વિરાટ માટે આ સીરીઝને ઐતિહાસિક અને યાદગાર બનાવવાની સંપૂર્ણ તક હશે. ટેસ્ટ સીરીઝમાં રનનાં મામલે વિરાટ ફફજી લક્ષ્મણ અને રાહુલ દ્રવિડને પાછળ છોડી શકે છે. જા આંકડાની વાત કરીએ તો વિરાટ દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધીમાં પાંચ ટેસ્ટ રમી ચૂક્યો છે. જેમાં વિરાટે ૫૫.૮૦ની એવરેજથી ૫૫૮ રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં વિરાટ દ્રવિડ (૫૬૬ રન) અને લક્ષ્મણ (૬૨૪ રન) નાં ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં ૬૭ રન બનાવતાની સાથે જ પાછળ રહી જશે. આ સાથે વિરાટ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બીજા બેટ્‌સમેન બની જશે. આ મામલામાં સૌથી આગળ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છે, જેના નામે ૧૫ મેચની ૨૮ ઇનિંગ્સમાં ૧૧૬૧ રન છે. દક્ષિણ આફ્રિકાની ધરતી પર સૌથી વધુ રન બનાવનાર ભારતીયઃ ૧૧૬૧ રન – સચિન તેંડુલકર,૬૨૪ રન – વીવીએસ લક્ષ્મણ,૫૬૬ રન – રાહુલ દ્રવિડ,૫૫૮ રન – વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા એવો દેશ છે જ્યા ભારત આજ સુધી એક પણ ટેસ્ટ સીરીઝ જીતી શક્યું નથી. આ પ્રવાસમાં વિરાટ પોતાની કેપ્ટનશીપમાં ૨૯ વર્ષનાં દુષ્કાળને ખતમ કરવા માંગશે. ભારતીય ટીમ ૧૯૯૧-૯૨માં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા ગઈ હતી. આ પ્રથમ વખત હતુ જ્યારે બન્ને ટીમો વચ્ચે ટેસ્ટ સીરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી ભારતે સાત વખત દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો, પરંતુ દરેક વખતે ટીમ ટેસ્ટ સીરીઝ જીતવામાં નિષ્ફળ રહી છે.