ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જાય તે પહેલા એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે પહેલા રોહિત શર્મા ઇજાને કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થયો છે ત્યાં હવે વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામે વનડે મેચ રમશે નહીં અને તે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. વિરાટ કહોલીએ બોર્ડને જાણ કરી હતી કે, ૧૧મી જાન્યુઆરી તેની પુત્રી વામિકાનો પહેલો જન્મ દિવસ છે. તે તેના પરિવાર સાથે ઉજવવા માંગે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ૧૧મી જાન્યુઆરીથી રમાશે અને વિરાટ કહોલીની આ ૧૦૦મી ટેસ્ટ હશે, તેથી વિરાટ આ ટેસ્ટ બાદ વન-ડે શ્રેણી દરમિયાન પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે છે.
વિરાટ કોહલીને કેપ્ટનસીમાંથી દૂર કરવામાં આવ્યા બાદ અને રોહિત શર્માને આદેશ આપવામાં આવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ માટે આવા અહેવાલો સારા નથી. બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ વિરાટ પાસેથી કેપ્ટનસી પાછી ખેંચવાનું કારણ ટાક્યું હતું. ગાગુંલીએ કહ્યું હતું કે, વિરાટને ટી – ૨૦ કેપ્ટન્સી છોડવાની મનાઈ હતી. પરંતુ તેણે ઈનકાર કર્યો હતો. જે બાદ પસંદગીકારો એને બોર્ડે સાથે મળીને નિર્ણય લીઘો હતો કે, મર્યાદિત ઓવરના ક્રિકેટમાં અલગ કેપ્ટનને સ્થાન આપી શકાય તેમ નથી, તેથી રોહિતને ટી-૨૦ અને વન-ડેની કેપ્ટનસી આપવામાં આવી હતી.
ઉલ્લેખનયી છે કે, વિરાટ કોહલી પહેલા ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્મા હેમસ્ટ્રિંગગ ખેંચના કારણે ૩ અઠવાડિયાથી મેદાનની બહાર છે. રોહિત શર્મા સ્થાને ગુજરાતના બેટ્‌સમેન પ્રિયાંક પંચાલને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે