વિશ્વ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિંલે વર્લ્ડ ટી૨૦ વચ્ચે ખેલાડીઓના રેન્કિંગની જાહેરાત કરી છે. તાજા ટી૨૦ રેન્કિંગમાં અનેક ફેરફાર જાવા મળી રહ્યાં છે. તમામ કેટેગરીમાં જાઈએ તો સૌથી મોટુ નુકસાન ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને થયું છે.
વિરાટ કોહલી ચોથાથી આઠમાં નંબર પર આવી ગયો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આગામી ટી૨૦ સિરીઝમાં તેને આરામ આપવામાં આવ્યો છે, તેવામાં આશા નથી કે તે આગામી રેન્કિંગ સુધી પોતાની બીજીવાર પોઝિશન હાસિલ કરી શકે. વર્લ્ડ ટી૨૦ના ત્રણ મેચોમાં બેટિંગ કરતા કુલ ૬૮
રન બનાવનાર કોહલીની પાસે ૬૯૮ રેટિંગ પોઈન્ટ છે.
ખરાબ ખબરની સાથે ભારત માટે એક ખુશખબરી પણ છે. સાઉથ આફ્રિકાને સૌથી વધુ ફાયદો થયો છે. ભારત માટે વર્લ્ડ ટી૨૦માં સૌથી વધુ ૧૯૪ રન બનાવનાર ઓપનર કેએલ રાહુલને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. તે આઠમાં સ્થાને પાંચમાં ક્રમે પહોંચી ગયો છે. હવે તેના ૭૨૭ રેટિંગ પોઈન્ટ છે.
પાંચ મેચમાં ચાર જીત છતાં ભલે દક્ષિણ આફ્રિકી ટીમ વિશ્વકપની સેમીફાઇનલમાં જગ્યા ન બનાવી શકી, પરંતુ પ્રોટિઝના બેટર એડન મારક્રમ ત્રણ સ્થાનના ફાયદા સાથે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે, તેના ૭૯૬ રેટિંગ પોઈન્ટ છે. આ બેટ્‌સમેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ અણનમ ૫૨ રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાના વધુ એક બેટર રાસી વાન ડર ડુસેનને પણ મોટો ફાયદો થયો છે. સુપર-૧૨માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૯૪ રનની ઈનિંગની મદદથી તે છ સ્થાનની છલાંબ સાથે ટોપ-૧૦માં આવી ગયો છે.
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પ્રથમ સ્થાને યથાવત છે. આ વિશ્વકપમાં પાં મેચમાં ૨૬૪ રન બનાવવાની સાથે તે ટૂર્નામેન્ટનો સર્વોચ્ચ સ્કોરર પણ છે. બીજા નંબર પર ઈંગ્લેન્ડનો ડેવિડ મલાન છે. નંબર એક અને બેની પોઝિશન પર કોઈ ફેરફાર થયો નથી. ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન ફિન્ચ ત્રીજાથી ચોથા ક્રમે આવી ગયો છે. પાકિસ્તાનનો રિઝવાન એક સ્થાનના નુકસાન સાથે છઠ્ઠા સ્થાને છે. બેટરોની સાથે-સાથે બોલરો અને ઓલરાઉન્ડરોની રેન્કિંગ પણ જાહેર કરવામાં આવી છે. અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી નંબર એક ઓલરાઉન્ડર છે, તો બોલરોમાં શ્રીલંકાનો વાનિંદુ હસરંગા પ્રથમ સ્થાને છે.