ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટી ૨૦ વર્લ્‌ડકપ ૨૦૨૧ની છેલ્લી લીગ મેચમાં નામીબિયા વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જાડેજાએ ૪ ઓવરમાં ૧૬ રન આપીને ત્રણ બેટ્‌સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. ડાબા હાથનાં સ્પિનરે ક્રેગ વિલિયમ્સ, સ્ટીફન બાયર્ડ અને જાનાથન Âસ્મતને પોતાનો શિકાર બનાવ્યો હતો. મેચ પછી, જાડેજાએ રવિચંદ્રન અશ્વિન સાથેની જાડી અને વિરાટ કોહલીની કેપ્ટનશીપની શક્તિ વિશે તેના પ્રદર્શન વિશે ખુલાસો કર્યો હતો.
રવિન્દ્ર જાડેજાએ વિરાટ કોહલીની કેપ્ટનશિપની પણ પ્રશંસા કરી હતી અને તેની યોગ્યતાઓ જાહેર કરી હતી. આપને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ ટી ૨૦ ફોર્મેટમાં કેપ્ટન તરીકે પોતાની અંતિમ મેચ રમી હતી. જાડેજાએ કહ્યું, ‘વિરાટ કોહલીની કેપ્ટન્સી શાનદાર રહી. હું તેની સાથે ૧૦-૧૨ વર્ષથી રમ્યો છું. મેં હંમેશા તેની કેપ્ટનશિપનો આનંદ માણ્યો છે. તેણે સકારાત્મક અને આક્રમક બનવું જાઈએ અને તે જ તમે એક ખેલાડી તરીકે ઈચ્છો છો. ભારતીય ટીમનાં સપોર્ટ સ્ટાફની પણ આ છેલ્લી મેચ હતી. આ અંગે જાડેજાએ કહ્યું, ‘૭-૮ વર્ષમાં સપોર્ટ સ્ટાફ તરીકે તેમણે અદ્ભુત કામ કર્યું. અમે તેમની સાથે ખૂબ મજા કરી.