આજે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતની ૩૭૨ રને ભવ્ય જીત થઈ છે. આ જીતની સાથે જ ભારતે કેપ્ટન તરીકે વિરાટ કોહલીની જોળીમાં એક નવો કિર્તમાન નાખી દીધો છે વિરાટ કોહલીએ ખેલાડી તરીકે આજની ટેસ્ટમાં ૫૦મી જીત મેળવી છે. આ રેકોર્ડ સાથે કોહલીએ એમ.એસ. ધોની અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટીંગને પાછળ છોડી દીધા છે.
ટેસ્ટની વાત કરીએ તો રિકી પોન્ટીંગ સૌથી વધુ ૧૦૮ ટેસ્ટ જીત્યો છે પરંતુ વનડેમાં પણ સૌથી વધુ ૨૬૨ મેચ જીત્યો છે પરંતુ ટી-૨૦માં પોન્ટીંગ પાસે ફક્ત ૭ જીત છે જ્યારે વિરાટ કોહલીએ ટેસ્ટમાં ૫૦, વનડેમાં ૧૫૩ અને ટી-૨૦માં ૫૯ જીત મેળવી છે. આમ કોહલી ત્રણેય ફોર્મેટનો બાદશાહ બની ગયો છે.
સચિન તેંડુલકરે ભારત વતી સૌથી વધુ ટેસ્ટ જીતી છે. ખેલાડી તરીકે સતિન ૭૨ ટેસ્ટ, ૨૩૪ વનડે અને ટી-૨૦માં એક મેચમાં જીત મેળવી છે.એમ.એસ. ધોનીએ ૩૬ ટેસ્ટ, ૨૦૫ વનડે અને ૫૭ ટી-૨૦ મેચ જીતી છે. આમ ટેસ્ટમાં ધોનીના ગયા પછી કોહલીની કેપ્ટનસી શરૂ થઈ હતી તો ખેલાડી તરીકે વિરાટ કોહલીએ ધોની અને રિકી પોન્ટીંગને પાછળ છોડી દીધા છે.
ટી-૨૦ ઈન્ટરનેશનલની વાત કરવામાં આવે તો પાકિસ્તાનના ખેલાડી શોએબ મલિકે સૌથી વધુ ૮૬ મેચ જીતી છે. ત્યારબાદ વનડેમાં ૧૫૬ મેચ જીતી છે અને ટેસ્ટમાં ૧૩ મેચ જીતી છે. રોહિત શર્માએ ૭૮ ટી-૨૦, ૧૩૮ વનડે અને ટેસ્ટમાં ૨૪ મેચમાં જીત મેળવી છે.
કોહલીએ ૪૯ ટી૨૦માં ભારતનું નેતૃત્વ કર્યું છે જેમાંથી ૨૯ જીત્યા છે. તે એમએસ ધોની પછી બીજો શ્રેષ્ઠ નંબરનો કેપ્ટન છે. ધોનીએ ભારતને સૌથી ટૂંકા ફોર્મેટમાં ૪૨ જીત અપાવી હતી. પરંતુ તે એકમાત્ર ભારતીય કેપ્ટન છે જેણે સેના (જીઈદ્ગછ) દેશોમાં દ્વિપક્ષીય ટી ૨૦ શ્રેણી જીતી છે – ઈંગ્લેન્ડ (૨૦૧૮), દક્ષિણ આફ્રિકા (૨૦૧૮), ન્યુઝીલેન્ડ (૨૦૨૦) અને ઓસ્ટ્રેલિયા (૨૦૨૦).
કોહલીએ ૯૫ વનડે મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે અને તેમાંથી ૬૫માં જીત અને ૨૭માં હારનો સામનો કરવો પડ્યો હતો. બે મેચ અટવાઈ હતી અને એક ટાઈ થઈ હતી. તેની જીતની ટકાવારી ૭૦.૪૩ છે. ધોનીએ ૨૦૦ વનડેમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું જેમાં ૧૧૦ જીત્યા અને ૭૪માં હારનો સામનો કરવો પડ્યો હતો. એમએસડીની જીતની ટકાવારી ૫૯.૫ છે.
કિંગ કોહલી વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૮૦૦૦, ૯૦૦૦, ૧૧૦૦૦ અને ૧૨૦૦૦ રન પૂરા કરનાર બેટ્‌સમેન છે. કોહલીએ સતત ત્રણ વર્ષ સુધી આઇસીસી રેન્કિંગમાં નંબર ૧ વનડે બેટ્‌સમેન તરીકે શાસન કર્યું અને કોઈની પાસે આટલો લાંબો રન નહોતો.
કોહલીએ ૬૬ ટેસ્ટમાં ભારતની કેપ્ટનશિપ કરી છે અને ૩૯ મેચ જીતી છે અને તેમાંથી ૧૬માં હારનો સામનો કરવો પડ્યો છે. ૫૮.૪૬ની જીતની ટકાવારી સાથે ૧૧ ડ્રો થયા છે. તે ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી સફળ કેપ્ટન છે. અને કોહલી એકમાત્ર એશિયન સુકાની છે જેણે ઘરની બહાર ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી જીતી હતી અને હકીકતમાં તેણે ડાઉન અંડરમાં સતત બે શ્રેણી જીતી હતી.