લાઠીના વિરપુર ગામે વાડીએથી પાણી ભરવા જવાનું કહીને નીકળેલી પરપ્રાંતિય પરિણીતા લાપતા બની હતી. આ અંગે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના છકતલા, મેંબર ફળિયાના અને હાલ લાઠીના વિરપુર ગામે રહેતા જીતેન્દ્રભાઈ રાવજીભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૧)એ જાહેર કર્યા મુજબ, તેમની પત્ની ચેતનાબેન (ઉ.વ. ૩૦) અઠવાડિયા પહેલા સાંજના આશરે સાડા સાતેક વાગ્યાથી આઠેક વાગ્યા દરમિયાન વાડીએથી પાણી ભરવા જવા માટેનું કહીને નીકળ્યા બાદ પરત આવી નથી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. એન. ગરૈયા વધુ તપાસ કરી રહ્યા છે.