વિરડી ગામનો યુવક સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો. જેને લઈ સગીરાના મામાએ પોલીસ ફરિયાદ કરી હતી. વિજપડી ધાર પાસે રહેતા પ્રવિણભાઈ નાથાબાઈ ટીંબડીયા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, પાંચેક દિવસ પહેલા મધરાતે એક વાગ્યાથી લઈ સવારના છ વાગ્યા દરમિયાન તેમની ભાણેજને વિરડી ગામે રહેતો નરેશ સુરેશભાઈ ચાવડા કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાના ઈરાદે લલચાવી, ફોસલાવી ભગાડી ગયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વી.બી.દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે.