અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં અમરેલીના જે.બી.કાબરીયાના બેન-બનેવીનું પણ દુઃખદ અવસાન થયું હતું. વિમળાબેન હિરપરા અને બાબુભાઈ હિરપરા મૂળ અમરેલીના વતની છે. તેઓના અંતિમસંસ્કાર ગઈકાલે કર્યા બાદ સોમવારે તેમના પિયર પક્ષમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ આશ્વાસન પાઠવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, પી.પી. સોજીત્રા, અશ્વિનભાઈ સાવલીયા, વસંતભાઈ મોવલિયા, નારણભાઈ કાછડીયા, જયંતીભાઈ પાનસુરીયા, સુરેશભાઈ દેસાઈ, રમેશભાઈ કથરોટિયા, નરેશભાઈ સાકરિયા, બી.એસ. કોઠિયા વગેરેએ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.