અમદાવાદ ખાતે ૧૨ જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જરગલી ગામના યુવક નીલના પાર્થિવ દેહને DNA પરીક્ષણ બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. લંડનમાં અભ્યાસ માટે જતો નીલ વિમાન અકસ્માતમાં ભોગ બનતાં સમગ્ર ગામ શોકમગ્ન બની ગયું હતું. નીલનો દેહ સવારે વતન પહોંચતાં માતા અને બહેનના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય કે.સી. રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પરમાર, તથા અન્ય અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈને વીર યૌવનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.