કોરોના મહામારી ફરી ભારતમાં ફરી ઉથલો મારી રહી છે. મહારાષ્ટ્રની સાથે દેશભરમાં એક્ટિવ કેસોની સંખ્યા વધી રહી છે. જોકે આ સમયમાં સરકાર દ્વારા કોવિડ૧૯ ગાઈડલાઈન્સનું કડક પાલન કરવાના સૂચનો કરવામાં આવી રહ્યાં છે પરંતુ આજે કોર્ટે એક આદેશમાં કહ્યું કે જો ફ્લાઈટ દરમિયાન મુસાફરો કોરોના મહામારીની સામે લડવાના સૂચવેલા જરૂરી નિયમોનું પાલન ન કરે અને ચાલુ મુસાફરીએ જો માસ્ક ન પહેરો તેમને નો ફ્લાય લિસ્ટ એટલેકે બેન લિસ્ટમાં મુકો.
આ સાથે દિલ્હી હાઈકોર્ટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને આદેશ આપ્યો છે કોરોનાનું સંક્રમણ ટાળવા માટે બનાવાયેલ ગાઈડલાઈનનું કડક પાલન કરાવો અને એરપોર્ટ-એરોપ્લેન બધે જ કોવિડ પ્રોટોકલનું ચુસ્તપણે પાલન કરાવો.
દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વીપિન સંઘી અને જસ્ટીસ સચિન દત્તાએ આદેશ કર્યો કે હવાઈ મુસાફરી દરમિયાન જે મુસાફર માસ્ક ન પહેરે અથવા હાયજિનના નિયમોનું યોગ્ય પાલન ન કરે તેમને નો ફ્લાય લિસ્ટમાં મુકો એટલેકે પ્રતિબંધિત કરો.
ગાઈડલાઈનનું કડકાઈથી અને ચોકસાઈસથી અમલ થતો નથી. જમીન પર અમલીકરણ અસરકારક છે તેની ખાતરી કરવા જવાબદાર સંસ્થાઓ બંધાયેલી છે. DGCAએ માસ્કિંગ અને હાથ-સ્વચ્છતાનું ઉલ્લંઘન મુસાફરો અને અન્ય ઉલ્લંઘન કરનારા સામે કડક પગલા લેવા માટે એરપોર્ટ, ફ્લાઇટ્‌સ, કેપ્ટન, પાઇલોટ્‌સ વગેરે પર સ્ટાફને અધિકૃત કરતી અલગ ગાઈડલાઈન જોરી કરવી જોઈએ. આવી વ્યક્તિઓ પર કેસ નોંધવો જોઈએ અને દંડ વસૂલવો જોઈએ અને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવા જોઈએ,’ તેમ કોર્ટે આદેશમાં જણાવ્યું હતું.
હાઈકોર્ટ ગયા વર્ષે માર્ચમાં જજ સી હરિ શંકર દ્વારા નોંધાયેલ સુઓ મોટુ અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં હવાઈ મુસાફરો દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ધોરણો અને માસ્ક પહેરવા જેવા કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરવા અંગે હસ્તક્ષેપની માંગણી થઈ હતી.
રસપ્રદ વાત એ છે કે દિલ્હી હાઇકોર્ટના જજને કોલકાતા-નવી દિલ્હીની ફ્લાઇટમાં તેમના અંગત અનુભવ પછી કેસ શરૂ કરવા માટે સંકેત આપવામાં આવ્યો હતો. આ ફ્લાઈટમાં સાથી મુસાફરોએ વારંવારની સૂચનાઓ છતાં યોગ્ય રીતે માસ્ક પહેરવાનો અને કોવિડ સંબંધિત નિયમોનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો.