કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગેએ બુધવારે કહ્યું કે વિરોધ પક્ષો બિહારમાં ચાલી રહેલા ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ પર સંસદમાં ચર્ચાની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર તેના પર ચર્ચા કરવા તૈયાર નથી. ખડગેએ ચેતવણી આપી હતી કે જા સરકાર આ મુદ્દા પર ચર્ચા કરવાનો ઇનકાર કરે છે, તો તે માનવામાં આવશે કે તે લોકશાહી અને બંધારણમાં માનતી નથી. તેમણે કહ્યું, ‘દરેક ભારતીય નાગરિકના મતદાન અધિકારોનું રક્ષણ કરવા માટે જીંઇ પર ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ છે.’સ્પેશિયલ ઇન્ટેન્સિવ  રિવિઝન એક એવી પ્રક્રિયા છે જેમાં ચૂંટણી પંચ મતદાર યાદીની ફરીથી તપાસ કરશે, જેથી કોઈપણ પ્રકારની ભૂલ, ડુપ્લીકેશન  અથવા અયોગ્ય નામો દૂર કરી શકાય અને નવા લાયક મતદારો ઉમેરી શકાય.

વિપક્ષી પક્ષોનું કહેવું છે કે બિહારમાં એસઆઇઆરની પ્રક્રિયા પારદર્શક નથી, અને તેના કારણે ઘણા લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકે છે, જે તેમનો મતદાન કરવાનો અધિકાર છીનવી શકે છે. તેથી જ તેઓ સંસદમાં આ અંગે ખુલ્લી ચર્ચા ઇચ્છે છે. ખડગેએ એમ પણ કહ્યું કે, ‘જા સરકાર ખરેખર લોકશાહી મૂલ્યોમાં માને છે, તો તેણે જીંઇ ની ખુલ્લેઆમ ચર્ચા કરવી જાઈએ.’ કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેના મતે, કેન્દ્ર સરકાર એસઆઇઆર પર ચર્ચા ટાળી રહી છે, જે શંકા ઉભી કરે છે કે તે જાણી જાઈને આ મુદ્દાને અવગણી રહી છે.