દેશનુ રાજકારણ કઈ તરફ જઇ રહ્યું છે અને દેશના જે તે રાજનેતાઓ તેમજ નેતાઓ પોતાના સ્વાર્થ ખાતર કઇ હદે જઇ શકે છે તે જાઈને આમ પ્રજા ડોઘલા અને સ્વાર્થી રાજકારણીઓને નફરત કરવા લાગી છે રાજકારણીઓ પર વિશ્વાસ રાખતી બંધ થઈ છે.જાકે અનેક તકવાદીઓ કે સ્વાર્થીઓ રાજકારણીઓથી ધરોબો રાખે છે. આમ પ્રજાને અગાઉ સરકાર દ્વારા લેવામા આવેલ નિર્ણયો અને છેલ્લે કૃષિ કાનુન બાબતે નેતાઓના નિવેદનો અને રૂખ અનુભવ્યા છે. તો દેશના મોટાભાગના રાજકીય પક્ષો પ્રજા જે બાબતે પીસાઈ રહી છે તથા રોજગારી માટે વલખા મારી રહી છે તેવા સળગતા પ્રશ્નો મોંઘવારી અને બેરોજગારી સહિતના વિવિધ મુદ્દાઓને મહત્વ આપવાથી દૂર રહ્યા છે તે પણ એક હકીકત છે….! થોડા વર્ષથી એનડીએની કેન્દ્ર સરકારથી આમ પ્રજા ઉબાઈ ચૂકી છે ત્યારે સમયને આધીન મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં મોટી જીત મેળવી દેશના લોકોમાં એક આશાનું કિરણ પેદા કરી દીધું હતું તેમજ દેશના તમામ વિરોધ પક્ષોને એક જૂટ કરવા માટે મેદાનમાં ઉતરી પડ્યા તે સાથે પ્રશાંત કિશોરને ટીએમસી માટે કાર્ય કરવા જાતરી દીધા જાકે પીકે એક રાજકીય વ્યવસાયી વ્યક્તિ છે અને મમતાએ તેમને રાજસભામાં મોકલવાનુ કહ્યુ હોવાનું કહેવાય છે. તેઓ પીકે ની સલાહ અનુસાર મમતાએ પ્રથમ દિલ્હી મુલાકાતનું મહત્વ આપ્યું જ્યારે કે પીકેની ટીમ દેશના વિવિધ રાજ્યોમાં ટીએમસીનુ સંગઠન બનાવવા પ્રયત્નોમાં લાગી ગઈ. મમતા દિલ્હી આવ્યા અને સૌ પહેલા કોંગ્રેસના વડા સોનિયા ગાંધીને મળ્યા જા કે સોનિયા અને મમતા ખાસ સંબંધ ધરાવે છે એટલે કોંગ્રેસના નેતાને મળવું જરૂરી ત્યારબાદ દિલ્હી ખાતે વિવિધ વિરોધ પક્ષના નેતાઓ સાથે બેઠકો કરી પરિણામે લોકસભામાં તેમજ સંસદ ભવન બહાર તમામ વિપક્ષો એક જૂટ થઈને કૃષિ કાનુન રદ કરવા તેમજ પેગાસસ મુદ્દે સંસદ ભવન સામે તેમજ લોકસભામાં ભારે વિરોધ દર્શાવ્યો હતો તેને કારણે હવે વિરોધ પક્ષો એક જૂટ થઇ જશે તેવો વિશ્વાસ આમ પ્રજામા વ્યાપી ગયો હતો….પરંતુ છેલ્લા વિતેલા સપ્તાહમાં વિપક્ષોને એક જૂટ કરવા નીકળેલા મમતાજીની નજર પીએમ પદ પર હતી અએટલે તેમણે ખુદે “યુપીએ” માં વિપક્ષો એક જૂઠ હતા તેનેજ વિખૂટા પાડવા કહી દીધું કે યુપીએ છેજ નહી… પરંતુ તેમને એ બાબતની વિચારશક્તિ ગુમાવી દીધી હોય તેમ કોંગ્રેસને નજરઅંદાજ કરી ભાજપના રસ્તે દોડવાનું શરૂ કરી કોંગ્રેસને ભાડવાનું શરુ કરી દીધું….જેનો સીધો મતલબ વિપક્ષોને એક જૂઠ કરવાને બહાને સીધોજ મોદીજીનો જીતવાનો રસ્તો સરળ કરી દેવાનો બની રહેશે…..!!
દેશભરમાં ટીએમસી માત્ર પશ્ચિમ બંગાળ પૂરતી જ સિમીત રહી છે. જે રીતે આપ દિલ્હી પૂરતું સીમિત હતું પરંતુ હવે આમ આદમી પાર્ટીએ પંજાબ અને ગોવામાં મેદાની કાર્યો કરતા પ્રજા વચ્ચે તે પક્ષના નામ ગુંજવાની શરૂઆત થઇ છે. ટીએમસી કોઈ પણ રાજ્યમાં સફળ થઇ નથી.. ગોવાની મુલાકાતે ગયેલા મમતા સાથે કોંગ્રેસના બે ત્રણ નેતાઓ ટીએમસીમાં જાડાયા જ્યારે કે સર દેસાઈ સાથેની મુલાકાત બાદ મમતા એવું માનવા લાગ્યા કે સર દેસાઈ સાથે જાડાણ ફાઈનલ પરંતુ તેમનું આ એક સ્વપ્ન હતું અને સરદેસાઈએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લીધું. જ્યારે કે ગોવામા ટીએમસીનુ કોઈ ગઠબંધન કે મેદાની સંગઠન જ નથી તેમજ યુપીમાં કોઈ ઠેકાણું પણ નથી…. જ્યારે કે મુંબઈ ખાતે પશ્ચિમ બંગાળના વિકાસ બાબતે બિઝનેસ સમિટ માટે ગયા હતા પરંતુ તેમની મુલાકાત માત્ર રાજકીય ક્ષેત્રે પુરતી બની રહી હોય તેવું નિષ્ણાતોનું કહેવું છે. તેમજ રાજકીય પંડિતોની ચર્ચા અનુસાર મમતાએ બેનર્જી નો પક્ષ ટીએમસી કોંગ્રેસના વિકલ્પ બની શકે તેમ જ નથી… જ્યારે કે મમતાના નિવેદનોથી વિપક્ષોમા સન્નાટો વ્યાપી ગયો છે. કોંગ્રેસ સિવાય કોઈપણ મોરચો સફળ ન થઈ શકે તે દેશભરના વિરોધ પક્ષો સારી રીતે સમજે છે. અને એટલા માટે જ મહારાષ્ટÙના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કરી દીધું કે કોંગ્રેસ સિવાય વિપક્ષો એક જૂટ થાય તેનો અર્થ નથી. જ્યારે કે કોંગ્રેસનો વિરોધ કરતા ટીએમસીના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ મુંબઈના એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીતનું અપમાન કર્યું ત્યારે તેમની પીએમ પદની લાયકાત કઈ રીતે ગણી શકાય….? કારણ રાષ્ટ્ર ગીતનું દેશની આમ પ્રજામા મહત્વ છે….ગૌરવ છે…..!