હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ હરિયાણાના બે કુસ્તીબાજા વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને પોતાના ફોલ્ડમાં સામેલ કર્યા છે. આ પહેલા વિનેશ અને બજરંગે તેમની રેલ્વે નોકરીમાંથી તાત્કાલિક રાજીનામું આપી દીધું હતું. આ પછી રેલવેએ આ મામલે વિનેશને કારણ બતાવો નોટિસ ફટકારી હતી. જોકે, હવે રેલવેએ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને મોટી રાહત આપી છે અને બંનેના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે.
વાસ્તવમાં, ચૂંટણી પંચના નિયમો અનુસાર, જ્યાં સુધી રેલવે વિનેશ ફોગટનું રાજીનામું સ્વીકારી લે અને તેને એનઓસી ન આપે. ત્યાં સુધી તે ચૂંટણી નહીં લડી શકે. ઉત્તર રેલવેનું કહેવું છે કે કારણ બતાવો નોટિસ સર્વિસ મેન્યુઅલનો એક ભાગ છે, કારણ કે રેલવેના રેકોર્ડમાં તે હજુ પણ સરકારી કર્મચારી છે. જો કે હવે બજરંગ અને વિનેશના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર મહિલા રેસલર વિનેશ ફોગટને રાજ્યની જુલાના વિધાનસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. તે જ સમયે, બજરંગ પુનિયા ચૂંટણી લડશે નહીં. તેમને ભારતીય કિસાન કોંગ્રેસનું અધ્યક્ષ પદ આપવામાં આવ્યું છે. રેલવેએ રાજીનામું સ્વીકાર્યા બાદ વિનેશ ફોગાટ માટે ચૂંટણી લડવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
વિનેશ ફોગાટે રેલવેને મોકલેલા તેમના રાજીનામાના પત્રમાં જણાવ્યું હતું કે તે હાલમાં રેલવે લેવલ-૭ હેઠળ ઓએસડી/સ્પોર્ટ્‌સની પોસ્ટ પર કામ કરી રહી છે. વિનેશે જણાવ્યું હતું કે તેણી તેના કૌટુંબિક સંજાગો/વ્યક્તિગત કારણોસર ઓએસડી/સ્પોર્ટસ તરીકેની ફરજા નિભાવવામાં અસમર્થ છે.