ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ હવે સતત તીવ્ર બની રહ્યું છે. બંને બાજુથી ઘણા હુમલા કરવામાં આવ્યા હતા. આ યુદ્ધને કારણે બંને દેશોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ઈઝરાયલે આરોપ લગાવ્યો છે કે ઈરાન હવે તેના રહેણાંક વિસ્તારોમાં મિસાઈલ છોડી રહ્યું છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇરાનના મિસાઇલ હુમલામાં નાશ પામેલા બટ યામ શહેરની મુલાકાત લીધી હતી અને ઇરાની મિસાઇલોથી નાશ પામેલા શહેરની ઇમારતોનું નિરીક્ષણ કરતી વખતે, નેતન્યાહૂએ ઇરાનને સીધી ચેતવણી આપી હતી કે હવે તેને આ વિનાશની ભારે કિંમત ચૂકવવી પડશે. ઇઝરાયલનું બટ યામ શહેર તેલ અવીવની નજીક છે.
બેટ યામ શહેરનો વિનાશ જાઈને, નેતન્યાહૂએ કહ્યું હતું કે ઈરાને મહિલાઓ અને બાળકો સહિત નિર્દોષ નાગરિકોની હત્યા કરવા બદલ ખૂબ જ ભારે કિંમત ચૂકવવી પડશે. નેતન્યાહૂએ કહ્યું હતું કે, ઈરાન જાણી જાઈને ઇઝરાયલના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. હવે અમે આનો યોગ્ય જવાબ આપીશું. અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત કરીશું અને હવે જારદાર હુમલો કરીશું.
નેતન્યાહૂએ કડક સ્વરમાં કહ્યું હતું કે ઇઝરાયલ માટે, આ યુદ્ધ અસ્તીત્વ માટે લડાઈ છે કારણ કે ઈરાનનો પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમ ઇઝરાયલ માટે બેવડો વિનાશક ખતરો છે. શહેર તરફ ઈશારો કરતા તેમણે કહ્યું- જુઓ, રહેણાંક વિસ્તારોને કેટલું નુકસાન થયું છે, જા તેમની પાસે પરમાણુ બોમ્બ હોત તો શું થયું હોત. આવી સ્થિતિમાં, હવે આપણે આપણી જાતને બચાવવા માટે શક્્ય તેટલા બધા પગલાં લઈશું. ઇઝરાયલી રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ અને રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામાર બેન ગ્વીરે પણ બાટ યામ શહેરની મુલાકાત લીધી છે.
તમને જણાવી દઈએ કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ૧૩ જૂનથી ચાલી રહ્યું છે અને હવે તે વધી રહ્યું છે. ઇઝરાયલે ૧૩ જૂને ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. તેનો દાવો છે કે રવિવારે તેણે ૨,૩૦૦ કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વીય ઈરાનમાં મશદ એરપોર્ટ પર હુમલો કર્યો હતો. તે જ સમયે, ઈરાનનો દાવો છે કે તેણે ત્રણ ઇઝરાયલી ફાઇટર વિમાનોને તોડી પાડ્યા છે અને બે પાઇલટને બંધક બનાવ્યા છે.









































