પ્રિસાઇડિંગ ઑફિસર સાથે ગેરવર્તણૂક કરવા બદલ બીજેપીના ૧૨ ધારાસભ્યોના મહારાષ્ટ્ર વિધાનસભામાંથી એક વર્ષના સસ્પેન્શનને પડકારતી યાચિકાની સુનાવણીને યાદીમાં
ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાની અધ્યક્ષતા હેઠળની બેન્ચને વકીલ સિદ્ધાર્થ ધર્માધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યની વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થવાની શક્યતા હોવાથી ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા વિરુદ્ધની અરજીની તાત્કાલિક સુનાવણી થવી જરૂરી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર ૨૨ અને ૨૮ ડિસેમ્બરની વચ્ચે મુંબઈમાં યોજોવાની શક્યતા છે. ૨૨ જુલાઈએ બીજેપીના ધારાસભ્યોએ એક વર્ષ માટેના સસ્પેન્શનના વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ઠરાવને સુપ્રીમમાં પડકાર્યો હતો.
રાજ્ય સરકારે તેમના પર સ્પીકરની ચેમ્બરમાં પ્રિસાઇડિંગ ઑફિસર ભાસ્કર જોધવ સાથે ગેરવર્તણૂક કરવાનો આરોપ મૂક્યા બાદ પાંચમી જુલાઈથી તેમને સસ્પેન્ડ કરાયા હતા. આ ૧૨ સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં યોગેશ
સાગર, અતુલ ભાતખળકર, આશિષ શેલાર, પરાગ અળવણી સહિતના ૧૨ વિધાનસભ્યોનો સમાવેશ છે.