અમરેલીમાં શ્રીમતી શાંતાબેન હરીભાઇ ગજેરા શૈક્ષણિક સંસ્થા વિદ્યાસભા શાળામાં ધો. ૧ થી પ ના બાળકોને ઓફલાઇન શિક્ષણના પ્રથમ દિવસે અનોખો આવકાર અપાયો હતો. બાળકોને ઘોડા પર તથા ટ્રેક્ટરમાં બેસાડી ઢોલ અને શરણાઇના તાલે શાળા પરિસરમાં વરઘોડાની માફક યાત્રા કરાવી અને પરંપરાગત રીતે કુમકુમ ચોખા કરી શ્રીફળ અને સાકરથી બાળકોનું મોં મીઠું કરાવી શાળા પ્રવેશ અપાયો હતો. વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ વસંતભાઇ ગજેરાએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે વ્યવસ્થાપક હસમુખભાઇ પટેલ સહિત પ્રિન્સીપાલો, સુપરવાઇઝર્સ તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યો હતો.