સાવરકુંડલાના સંસ્કાર વિદ્યાલયે શૈક્ષણિક પ્રવૃત્તિઓના ભાગરૂપે ધોરણ ૭ અને ૮ના વિદ્યાર્થીઓ માટે સાવરકુંડલા ફોરેસ્ટ ઓફિસની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને વન વિભાગની કામગીરી અને વન્યજીવન સંરક્ષણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં વન્યજીવન અને પર્યાવરણ પ્રત્યે વધુ રસ જાગૃત થાય તે હેતુથી નજીકના ભવિષ્યમાં તેમને આંબરડી સફારી પાર્કની મુલાકાતે પણ લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાના આચાર્ય કેતનભાઈ રાવલ અને સ્ટાફે આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન સહયોગ આપવા બદલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચાંદુભાઈ અને ફોરેસ્ટર ભરતભાઈ મકવાણાનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.