એક મહિલા ટીચર પર સ્કૂલની વિદ્યાર્થીનીના યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. આ મુદ્દે પોલીસે આરોપી ટીચરની ધરપકડ કરી છે. ટીચરની આ હરકતની ફરિયાદ ખુદ તેના પતિએ જ કરી હતી. પતિની ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધ્યો અને તપાસ દરમિયાન મહિલા ટીચરની ધરપકડ કરી હતી. ૨૬ વર્ષની આ ટીચરનું નામ ઓલિવિયા ઓર્ટઝ છે, જે અમેરિકાના પેમીન્સલવેનિયાની રહેવાસી છે.
ઓલિવિયા એક સ્થાનિક સ્કૂલમાં ટીચર હતી. તેના પર આરોપ છે કે, આ દરમિયાન તેણે હાઇસ્કૂલની ૧૭ વર્ષની ફીમેલ સ્ટૂડન્ટનું યૌન ઉત્પીડન કર્યું છે. ઓલિવિયાના પતિને આ વાતની શંકા ગઇ તેથી તેણે તેની પત્નીનું આઇપેડ ચેક કર્યું. ઓલિવિયાના પતિને તેનો આ પ્રકારનો વ્યવહાર પસંદ ન હતો. તેના પતિએ તેને આ મુદ્દે ઘણી વખત સમજાવી હતી અને તેને આ પ્રકારનો વ્યવહાર બંધ કરવા માટે અપીલ પણ કરી હતી. તેણે થોડો સમય રાહ જાઇ પણ ઓલિવિયાનો આ પ્રકારનો વ્યવહાર બંધ થયો ન હતો. તેથી તેના પતિએ કંટાળીને સ્કૂલના પ્રિમીન્સપલને ઓલિવિયાની ફરિયાદ કરી અને સ્કૂલના પ્રિમીન્સપલે આ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી. ઘટનાની સૂચના પોલીસને થઇ.
આઇપેડમાં તેને ઓલિવિયા અને ફીમેલ સ્ટૂડંટ વચ્ચેની વાતચીતના કેટલાક આપત્તિજનક મેસેજ મળ્યા. બાદમાં તેણે ઓલિવિયાની હરકત વિશે સ્કૂલના પ્રિંસિપલને વાત કરી અને પ્રિમીન્સપલ દ્વારા ઓલિવિયાને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરવામાં આવી.એક રિપોર્ટ અનુસાર, ગત સપ્તાહમાં પોલીસે ઓલિવિયાની ધરપકડ કરી છે. ઓલિવિયાને લોરેન્સ કાઉન્ટી લોકઅપમાં રાખવામાં આવી છે. આ મુદ્દે આગામી સુનાવણી ૨૫મી મેના રોજ નિર્ધારિત કરવામાં આવશે. વિદ્યાર્થીનીએ પોલીસને કહ્યું કે જ્યારે મહિલા ટીચરના પતિ ઘરે નથી હોતા, ત્યારે કેટલીક વખત તે તેના ઘરે ગઇ હતી. રિપોર્ટ અનુસાર એવુ જાણવા મળ્યુ છે કે, આ જ સ્કૂલના મ્યૂઝિક ટીચર અને કેટલાક વિદ્યાર્થીઓ પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે.
અમેરિકા જેવા સુવિકસિત દેશમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. ઉપર જણાવેલી ઘટના એ શીખવે છે કે ભલે યૌન શોષણ કરનાર અપરાધી પોતાની નીકટના કે પોતાના ઘરના જ કેમ નથી, આ પ્રકારની ઘટનાને જાણીજાઇને અજાણી કરવી એ પણ એક અપરાધ જ છે. આ પ્રકારની ઘટનાના પિડીતને ન્યાય મળવો ખૂબ જ જરૂરી બની જાય છે