કરણ જોહરની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ રીલિઝ સમયે વરુણ ધવનના જીવનમાં મુશ્કેલી લાવી હતી. વરુણને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી, પરંતુ તેના પિતા તેનાથી ખૂબ જ નિરાશ થયા હતા. તેનું કારણ એ હતું કે કરણની ફિલ્મની સાથે ડેવિડ ધવનની ડાયરેક્ટ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ પણ રિલીઝ થઈ હતી.
બંને ફિલ્મો ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘કુછ કુછ હોતા હૈ’ પોતપોતાની શૈલીની ઘણી સારી ફિલ્મો રહી છે. આ બંને ફિલ્મો એક્ટર વરુણ ધવનના જીવનમાં એક સમયે મોટો નિર્ણય બની ગઈ હતી. એક ઘટના શેર કરતી વખતે, તેણે ઉલ્લેખ કર્યો કે બંને ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ હતી, જે દરમિયાન તેના પિતા ડેવિડ ધવન તેનાથી ખૂબ નિરાશ હતા. બે ફિલ્મોમાંથી વરુણને કરણ જોહરની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ વધુ પસંદ આવી હતી.
વર્ષ ૧૯૯૮માં ડેવિડ ધવનના નિર્દેશનમાં બનેલી ‘બડે મિયાં છોટે મિયાં’ અને કરણ જોહરની ‘કુછ કુછ હોતા હૈ’ રીલિઝ થઈ હતી. આ બે ફિલ્મોમાંથી વરુણ ધવનને ‘કુછ કુછ હોતા હૈ’ વધુ પસંદ આવી હતી, પરંતુ ડેવિડ ધવનને તેની આ વાત બિલકુલ પસંદ ન હતી અને આ બાબતને લઈને ડેવિડ ધવન પણ વરુણ ધવન પર ગુસ્સે થઈ ગયા હતા. જાકે, જ્યારે આ ફિલ્મ આવી ત્યારે વરુણ કરણ જાહરને ઓળખતો નહોતો.
વરુણે જણાવ્યું કે ‘બડે મિયાં છોટે મિયાં’નું પ્રીમિયર લંડનમાં થયું હતું, જેના માટે તે તેના પિતા સાથે ત્યાં ગયો હતો. તે સમયે, ફિલ્મ નિર્માતાઓએ તેને લેવા માટે એક લિમોઝિન મોકલી હતી, જેના પર ગોવિંદા અને અમિતાભ બચ્ચનની તસવીર હતી, જેમાં બંને રમુજી ચહેરાઓ બનાવી રહ્યા હતા. જ્યારે તે પ્રીમિયર માટે જઈ રહ્યો હતો ત્યારે તેણે તેના પિતાને કહ્યું કે ‘કુછ કુછ હોતા હૈ’ એક શાનદાર ફિલ્મ છે આ સાંભળીને ડેવિડ ધવન ગુસ્સે થઈ ગયો.
ડેવિડ ધવને વરુણને ઠપકો આપતા કહ્યું કે તેને રોકો, નહીં તો હું તને આ રસ્તે મોકલી દઈશ, જેના જવાબમાં અભિનેતાએ કહ્યું કે તમે અહીં બાળકો સાથે આવું વર્તન ન કરી શકો. જો કે, જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ‘બડે મિયાં છોટે મિયાં’એ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો, જ્યારે ‘કુછ કુછ હોતા હૈ’એ સકારાત્મક અસર છોડી. બાદમાં વર્ષ ૨૦૧૨માં વરુણ ધવનને કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી પહેલો બ્રેક મળ્યો હતો.