ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) આકર્ષનારા રાજ્યોની યાદીમાં ટોચના સ્થાને રહેવાના એક વર્ષ બાદ ગુજરાત છઠ્ઠા સ્થાને સરકી ગયું છે.ગુજરાતમાં વિદેશી રોકાણ મામલે પછડાટ
જોવા મળી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)ના તાજેતરના ડેટા અનુસાર એફડીઆઇ આકર્ષવામાં કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ અને હરિયાણા પછી ગુજરાત છઠ્ઠા ક્રમે છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ગુજરાત માત્ર રૂ. ૨૦,૧૬૯ કરોડનું વિદેશી રોકાણ આકર્ષવામાં સફળ રહ્યું હતું. ઉદ્યોગ નિષ્ણાતો કહે છે કે ૨૦૨૧-૨૨માં રાજકીય પ્રણાલીમાં ફેરફાર અને આગામી વિધાનસભાની ચૂંટણીઓ છતાં રોકાણકારો ગુજરાતને સ્થિર નીતિઓ ધરાવતા રાજ્ય તરીકે જુએ છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવતા ડીપીઆઈઆઈટીના ડેટા મુજબ, વિદેશી રોકાણ આકર્ષવામાં ગુજરાતનું પ્રદર્શન આઠ ગણું ઘટ્યું છે. ૨૦૨૦-૨૧માં ગુજરાતમાં રૂ. ૧,૬૨,૮૩૦ કરોડનું વિદેશી રોકાણ આવ્યું હતું. અહેવાલ મુજબ, કર્ણાટક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૧,૬૨,૮૩૦ કરોડ રૂપિયા સાથે એફડીઆઇ યાદીમાં ટોચ પર છે. આ પછી ૧,૧૪,૯૬૪ કરોડ રૂપિયા સાથે મહારાષ્ટ્ર બીજો નંબર પર છે. આ જ સમયગાળા દરમિયાન દિલ્હીમાં રૂ. ૬૦,૦૦૦ કરોડનું એફડીઆઇ આવ્યું હતું. બીજી તરફ, તમિલનાડુ રૂ. ૨૨,૩૯૬ કરોડ અને હરિયાણા રૂ. ૨૦,૯૭૧ કરોડ ક્રમે છે.ટોચના છ રાજ્યોમાં માત્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ એફડીઆઇના પ્રવાહમાં ઘટાડો જોવા મળ્યો હતો. અન્ય તમામ રાજ્યોમાં કર્ણાટકમાં ૧૮૭ ટકા, દિલ્હીમાં ૫૦ ટકા, તમિલનાડુમાં ૩૦ ટકા અને હરિયાણામાં ૬૭ ટકા વૃદ્ધિ નોંધાઈ છે.
ટોચના છ રાજ્યોમાં માત્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ એફડીઆઇના પ્રવાહમાં ઘટાડો જોવા મળ્યો હતો. કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઈન્ડસ્ટ્રી ગુજરાતના અધ્યક્ષ અને અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડના એમડી આનંદ દેસાઈએ જણાવ્યું હતું કે અન્ય તમામ રાજ્યોમાં કર્ણાટકમાં ૧૮૭ ટકા, દિલ્હીમાં ૫૦ ટકા, તમિલનાડુમાં ૩૦ ટકા અને હરિયાણામાં ૬૭ ટકા વૃદ્ધિ નોંધાઈ છે. ગુજરાતમાં ઘણું રોકાણ સ્થાનિક છે. તેથી જો તમે કુલ રોકાણને ધ્યાનમાં લો, તો ગુજરાત ઘણું સારું કરી રહ્યું છે, પરંતુ તેની એફડીઆઇ પર નિર્ભરતા અન્ય રાજ્યોની સરખામણીએ પ્રમાણમાં ઓછી છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે તે બહુ આકર્ષક રાજ્ય રહ્યું નથી. ઉદાહરણ તરીકે, ભારતમાં જોપાનનું રોકાણ મોટાભાગે ગુડગાંવમાં ગયું હતું. જ્યારે ચીનનું રોકાણ મોટાપાયે ચીનમાં આવ્યું.