અમરેલી તાલુકાની વિઠ્ઠલપુર તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસ પક્ષના આગેવાનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસ પક્ષની પકડ ખૂબ જ મજબૂત માનવામાં આવતી હોવાથી પક્ષના સ્થાનિક નેતાઓ ચૂંટણી લડવા માટે વિશેષ રસ દાખવી રહ્યા છે. આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે તાલુકા કોંગ્રેસના વર્તમાન ઉપપ્રમુખ અરવિંદભાઈ ગોંડલીયા અને ઉપપ્રમુખ રાવતભાઈ ધાધલ તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કિર્તીભાઈ ચોડવડીયાએ પક્ષ સમક્ષ સત્તાવાર રીતે પોતાની પ્રબળ દાવેદારી નોંધાવી છે.