વિઠ્ઠલપુર ખંભાળીયામાં સરપંચ પદે ભાવેશભાઇ ગોંડલીયા ચૂંટાઇ આવ્યા છે. પોતાના પર વિશ્વાસ મુકી વિજયી બનાવ્યા બદલ નવનિયુક્ત સરપંચ ભાવેશભાઇએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ એક વખત તેઓ સરપંચ રહી ચૂક્યા છે. આ ટર્મમાં ફરી તેમને ગામનો વિકાસ કરવાનો અને ગ્રામજનોના પડતર પ્રશ્નો હલ કરવાનો મોકો મળ્યો છે. સભ્ય પદેથી ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો જયાબેન મગનભાઇ માંડણકા, ફરીદાબેન લતીફભાઇ ટાંક, જયંતીભાઇ બધાભાઇ મકવાણા (જે.બી.), અરવિંદભાઇ નાથુભાઇ ગોંડલીયા, આકાશભાઇ અરવિંદભાઇ કાનપરીયા, સુમીતાબેન વિપુલભાઇ સુખડીયા તથા રમીલાબેન જયંતીભાઇ મકવાણાનો ભવ્ય વિજય થયો છે.