અમરેલીના વિઠ્ઠલપુર ખંભાળિયા ગામે ભાણેજને રાખવા મુદ્દે ભાઈ-બહેનમાં બબાલ થઈ હતી. જેને લઈ સુરેશભાઈ ડાયાભાઈ મકવાણા (ઉ.વ.૪૨)એ બનેવી વિપુલભાઈ દેવાભાઈ ભાસ્કર, બહેન મંજુલાબેન તથા શ્રદ્ધાબેન સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તહોમતદારો તેમના બહેન, બનેવી અને ભાણેજ થાય છે. તેમનો દીકરો એટલે કે ભાણીયો તેમની સાથે રહેતો હતો. તે બાબતે વિપુલભાઈએ તેમને કહ્યું કે, તું અમારો દિકરો શું કામ સાથે રાખે છે તેમ કહી ગાળો આપી હતી. ઉપરાંત લોખંડના સળિયા વડે છાતીના ભાગે માર માર્યો હતો. બહેને પણ બડિયાના ઘા માર્યા હતા. ઉપરાંત ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ કે.એ.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.