કોડીનાર તાલુકાના વિઠલપુર ગામની ૧૯૫૪માં સ્થપાયેલી પ્રાથમિક શાળાની સ્થાપનાને ૭૦ વર્ષ પુરા થતા “ઉલ્લાસ” નામથી રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો હતો જેને નિહાળવા વિઠલપુર ગામના વાલીઓ, આગેવાનો અને તાલુકા ભરના શિક્ષકો, શિક્ષણવિદો અને અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં “મેરે રામ આયેંગે” શબરીનું ભક્તિ ગીત દિલના ભાવ સાથે રજૂ કરતાં સૌના હૃદયને સ્પર્શી ગયું હતું. આ પ્રસંગે કોડીનાર તાલુકા અને ગીર ગઢડા તાલુકાના શિક્ષક ભાઈ, બહેનો પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.