અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થયું છે. રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રવાસીઓએ ભારે હૈયે તેમને વિદાય આપી હતી. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. તેમના મૃત્યુના લીધે જાણે કુદરત પણ રડતી હોય તેમ તેમની અંતિમયાત્રા વખતે વરસાદ પડ્યો હતો.
પ્લેન ક્રેશના ૭૦ કલાક પછી વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા હતા. રૂપાણીના મૃતદેહની ઓળખ કરવા માટે તેમના કમાન્ડોએ ૨૫૦થી પધારે મૃતદેહોની ચકાસણી કરી હતી. તેઓએ કાંડા ઘડિયાળ પરના નિશાનના આધારે તેમની ઓળખ કરવાનો પ્રયત્ન કર્યો ન હતો.
વિમાન અકસ્માતમાં કેટલાક મૃતદેહોને બાદ કરતાં બાકીના એટલા બધા બળી ગયા હતા કે તેમની ઓળખ થઈ શકી ન હતી. રાજ્યના ભૂતપૂર્વ સીએમ રૂપાણીના મૃતદેહની પણ ઓળખ ન થતાં તેમના કુટુંબના સભ્યોના ડીએનએ નમૂના લેવામાં આવ્યા હતા અને મેચ કરવામાં આવ્યા હતા. રૂપાણીના મૃતદેહની ઓળખ માટે તેમના કમાન્ડોની મદદ લેવામાં આવી હતી. આના પગલે તેમના કમાન્ડોએ અશ્રુભીની આંખે અને ભગ્ન હદયે તેમના મૃતદેહ જાયા હતા.
વિજયભાઈ રૂપાણીના અમુક નિશાનોના આધારે કમાન્ડોએ મૃતદેહની તપાસ કરી હતી. કમાન્ડોને ખબર હતી કે સ્વ. વિજય રૂપાણી તેમના જમણા હાથમાં રક્ષા પોટલી બાંધતા હતા. તેઓ તેમના ડાબા હાથમાં ચાંદીની રોલેક્સ ઘડિયાળ પણ પહેરતા હતા. આ ઘડિયાળ વોરા સમાજના ધાર્મિક આગેવાને ભેટમાં આવી હતી. રૂપાણી ફક્ત આ ઘડિયાળ જ પહેરતા હતા. આ ઉપરાંત તેઓ પોતાની સાથે એક ટ્યુબ પણ રાખતા હતા અને જ્યારે જ્યારે સ્નાયુઓમાં દુઃખાવો થતો ત્યારે તે ટ્યુબ ઘસતા હતા. આના આધારે કમાન્ડોએ તેમના મૃતહેહને શોધવાનો પ્રયત્ન કર્યો હતો.
તેમના કમાન્ડો અને બોડીગાર્ડોએ પણ જણાવ્યું હતું કે સાહેબ અમારો ખૂબ જ ખ્યાલ રાખતા હતા. અમારા દરેક પ્રસંગમાં હાજરી આપતા હતા અને અમને જરૂરી બધી જ મદદ તેઓ કરતાં હતા. આજે જાણે અમારા માથા પરથી છત હટી ગઈ હોય તેવી અમારી પરિસ્થિતિ છે.