સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે વિજપડી આઉટ પોસ્ટમાં ઉત્તમ સેવા આપનાર એ.એસ.આઈ એમ.કે. સોલંકીને નિવૃત્તિ બાદ ભવ્ય વિદાય આપવામાં આવી હતી. સાદાઈથી યોજાયેલા આ વિદાય સમારોહમાં સાવરકુંડલાના રિપોર્ટર યાકુબભાઈએ સોલંકીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સોલંકીએ હેડક્વાર્ટરમાં રહીને તમામ વર્ગોને સાથે રાખીને ઉત્તમ સેવાઓ આપી છે. આ વિદાય સમારોહમાં પત્રકારો દાદુભાઈ બેલીપ, સંજયભાઈ વાઘેલા, સમીરભાઈ ખોખર તથા સામાજિક કાર્યકરો મુકેશભાઈ મકવાણા, તેજાભાઈ રબારી, અરવિંદભાઈ આંબલીયા, વિજયભાઈ ગીરનારી, ગૌપ્રેમી રાહુલભાઈ ડોડીયા, હાર્દિક ગોસાઈ વગેરે ઉપસ્થિત રહી સોલંકીની સેવાઓને બિરદાવી હતી.