વિજપડી ગામ ખાતે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિને વિજપડી આસપાસના ગામોમાં આંખના રોગોથી પીડાતા દર્દીઓ માટે વિનામૂલ્યે ૧૧૪મો નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો હતો. દિપ પ્રાગટ્ય કરી નેત્ર નિદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો તથા તેમના નર્સીંગ અને મેડિકલ સ્ટાફ દ્વારા ૧૧૦ દર્દીઓની આંખની તપાસણી કરાઈ હતી જેમાં ૩૦ દર્દીઓને મોતિયાના ઓપરેશનો કરી આપવામાં આવ્યા હતા.