સાવરકુંડલાના વિજપડી ગામે રહેતા હરેશભાઈ મનજીભાઈ ચાપાવાડીયા (ઉ.વ.૨૬)એ જગદીશભાઈ ભાણાભાઈ ચાપાવડીયા, મયુરભાઇ જગદીશભાઇ ચાપાવાડીયા, કેતનભાઇ જગદીશભાઇ ચાપાવડીયા તથા હેતલબેન જગદીશભાઇ ચાપાવડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા તેના નાના ભાઇ નરેશભાઇ તથા તેના મિત્રો, બા દુધીબેન તેમની વડીલો પાર્જીત ખેતીની જમીનમાં આંટો મારવા ગયા હતા અને ત્યાં નાસ્તો કરતા હતા. તેમના લાકડા ત્યાં પડ્યા હતા ત્યારે આરોપીએ આવીને લાકડામાં અમારો ભાગ છે તેમ કહ્યું હતું. જેથી તેમણે લાકડા અમારા છે તેવું કહેતા સારું નહોતું લાગ્યું અને ઉશ્કેરાઇ ચારેય આરોપીઓએ જેમફાવે તેમ ગાળો આપી, ઢીકાપાટુનો માર માર્યો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.એ.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.