વિજપડી ગામે રહેતી એક યુવતીને અજાણ્યા નંબરથી ફોન કરીને કોણ બોલે છે તેમ જાણી તેના ઘરે આવી ગાળો આપી સોટી વડે મારીને છરીથી ઉજરડો કર્યો હતો. આ બનાવ અંગે સવિતાબેન વિજયભાઈ પરમાર (ઉ.વ.૨૮)એ અયરાજભાઈ કનુભાઈ મયાત્રા તથા રવીભાઈ કનુભાઈ મયાત્રા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના નણંદને અજાણ્યા નંબર ઉપરથી ફોન કરીને તું કોણ બોલે છે તેમ પૂછતાં નણંદે નામ ઠામ એડ્રેસ આપ્યું હતું. જે બાદ આરોપી ગામના વાડી વિસ્તારમાં આવી તેને ગાળો આપવા લાગ્યા હતા અને તેના નણંદને સોટી મારી અને છરી વડે ઉજરડો કરી ગાળો આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જી.બગડા વધુ તપાસ કરી રહ્યા છે.