સાવરકુંડલાના વિજપડી ગામે દીકરાએ બાપને કેમ મોડા આવ્યા કહી પતાવી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગે પાંચાભાઇ ગોવિંદભાઇ વાઘેલાએ તેમના પુત્ર ચીમનભાઇ પાંચાભાઇ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ પહેલા તેઓ મજૂરીકામેથી ઘરે આવતા દીકરાએ કહ્યું કે મોડા કેમ આવો છો અને તમારે જમવા આવવાનો આ કોઇ સમય છે તેમ કહી બીભત્સ શબ્દો બોલી ગાળો આપી હતી. તે સમયે તેમની દીકરીના ઘરે જવા નિકળેલ ત્યારે પાછળથી આવી તેમના હાથમાં રહેલ લોખંડની ટી જમણા પગના સાથળના ભાગે મારતા તેઓ પડી ગયા હતા. તે સમયે હાજર રહેલા લોકોએ વચ્ચે પડી છોડાવ્યા હતા અને જતા જતા કહેતો ગયો કે આ વખતે તું બચી ગયો પણ આવતી વખતે તો તને પતાવી દેવો છે તેમ કહી ધમકી આપી હતી.