હૈયે હરખ ની હેલી આવે ને.., વર્ષાની પ્રતીક્ષા કરતી એ આખોમાં એક અનોખી ચમક આવે.., વનરાયોના નવા શીશ ફૂટી આવે ને…, આભ એ વાદળોથી ભરાઈ આવે. મોર કળા કરીને નાચવા આવે ને.., વર્ષાથી આ ધરતી ભીંજાતી આવે. નદી-નાળા અને કુવા-તળાવો એ મેધરાજા ના આગમન થી ભરાઈ આવે ને…, ખેડૂતો ત્યારે  બીજ રોપવા ખેતરે દોડી આવે. આવો સમય ત્યારે આપણા પૂર્વજો નો શબ્દ-દેન તેને વાવણી થયાં ના નામથી ઓળખાય ને…, ઘરે ઘરેથી શુકનના કંકુ ચોખા એ બળદ ના શીરે લગાવી શોભા વધારે.
મેંઘરાજા ના આગમન થી ચારેય દિશામાં લીલી ચાદર પથરાય જાય. પંખીઓનો કલરવ વાતાવરણમાં પ્રાણ પુરે અને થોડી નજર એ ગીરના જંગલમાં કરીયે તો ડાલા મથ્થાળો કેસરી સાવજ ગર્જના કરી એ વર્ષાને આવકારે.. તેનું અભિવાદન કરે. ઝરમર ઝરમર વર્ષતા એ વરસાદમાં બાળકો છબછબીયા કરે અને તેની રમતોમાં પણ નિર્દોષતા ભર્યું હાસ્ય, ખીલખીલાટ નિહાળી કુદરતની આ ઋતું હંમેશા જ ટકી રહે એવો ક્ષણિક વિચાર પણ આવે ખરા. એ ખેડૂત હોંશે હોંશે બીજ રોપે અને તેની માવજત કરે. નાના બાળક ની દેખરેખ જેમ એક માં રાખતી હોઈ તેમ પોતાના સમગ્ર પાક માટે ખેડૂત માં નું સ્વરૂપ ધારણ કરી માવજત કરે અને અંતે એક બીજ ના દસ બીજ ઉત્પન્ન કરે. પરંતું હજારો ના પેટના ખાડા પુરવા માટે.., હજારોની ભૂખની આગ ઓલવવા માટે ખેડૂત જે સમર્પણ કરે છે તે ખરેખર કઠિનમાં કઠિન કાર્ય છે. છતાંય એના ચહેરા ઉપર ક્યારેય નિરાશાની રેખા નથી જોવા મળતી.
આ સૃષ્ટીમાં સમગ્ર માનવ જીવન અને સમગ્ર જીવો એક ખેતર છે. અને આપણે તેના ખેડૂત છીએ. વાસ્તવિકતામાં ખેડૂત જયારે વર્ષા થાય ત્યારે બીજની વાવણી કરે છે. પરંતુ આપણે જો ધારીએ તો દરરોજ વર્ષા થતી જ હોઈ છે અને દરરોજ વાવણી કરવાની હોઈ છે. પરંતુ આપણે વિચારો રૂપી બીજની વાવણી આપણા મનમાં કરવાની હોઈ છે. કોઈ નું પણ અહીત ના થાય એવો અંતરમાં દુર-દુર સુધી વિચાર પણ ના આવવો એજ તમારી સાચી વાવણી છે. કારણ કે ખેડૂત ક્યારેય એવું નથી વિચારતો કે મારા ખેતરના આ ભાગમાં હું પાકની માવજત ઓછી કરીશ. એમ સમગ્ર વિશ્વ જ આપણું ખેતર છે તો આપણે શા માટે એવું વિચારીએ કે આ માનવનું અહીત થાય..?આવો વિચાર આવે તો સમજવુ કે આ એક મૂર્ખતા ભર્યું જીવન છે. હા.., સત્ય ને પ્રકાશિત કરવા માટે અને ધર્મના વિજય માટે કોઈનો નાશ કરવો પડે તો એ યોગ્ય છે પરંતુ પ્રથમ તો આપણા હૃદય માંથી એક જ અવાજ આવવો જોઈએ કે ‘સર્વનું હીત થાય …., સર્વ સુખી થાય.., સર્વની પ્રગતિ થાય.’
વિચારોની માલીકી તો આપણી છે.માટે આપણે જ નક્કી કરવું પડે કે સારા વિચારોનું વાવેતર કરવું છે કે પછી નકારાત્મક વિચારોને છાવરવા છે. જે વાવીશું એ જ પામીશું. માટે આવો સૌ સાથે મળીને ભવ્ય ભારત તરફ એક ડગ મૂકીએ. ભારતની સંસ્કૃતિ જ દરેક ની પ્રગતિ કરવાની છે. માટે સર્વ પોતાના ક્ષેત્રમાં શ્રેઠ બને એમાં આપણી સહભાગીતા હોવી જોઈએ. આજેથી જ આપણે સૌ આપણા મન રૂપી ખેતરમાં સારા વિચારો નું વાવેતર કરીએ અને પરિણામ ઈશ્વર પર છોડી ને હંમેશા દરેકના હિત માટે જ ઈશ્વરને પ્રાર્થના કરીએ. ભારતમાં ભાઇચારા ની લાગણી વિકસાવીએ. વંદેમાતરમ.