દુનિયાના સૌથી પાવરફુલ દેશ ગણાતા અમેરિકામાં પણ ડ્રગ્સનુ દુષણ વ્યાપક છે.લોકો જોત જોતના નશા કરતા પણ ખચકાતા નથી.
હવે અમેરિકમાં દેડકાના ઝેરનો નશો કરવાનુ ચલણ શરુ થયુ છે.જેમાં એક સમયના બોક્સિંગ
ચેમ્પિયન માઈક ટાઈસનનો પણ સમાવેશ થાય છે.તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં ૫૫ વર્ષીય બોકસરે કહ્યુ હતુ કે, મેં પહેલી વખત દેડકાના ઝેરના ધુમાડાને નશો કરવા માટે શ્વાસમાં લીધો ત્યારે મને લાગ્યુ હતુ કે, હું મરી જઈશ.
રિપોર્ટ પ્રમાણે ટાઈસનને ચાર વર્ષ પહેલા ખબર પડી હતી કે, દેડકાના ઝેરથી નશો થાય છે.સાથે સાથે ટાઈસને દાવો કર્યો હતો કે, આ નશાથી હું વધારે ક્રિએટિવ બન્યો છું અને તેનાથી ફોકસ કરવામાં મદદ મળી છે.
ટાઈસને કહ્યુ હતુ કે, જ્યારે મને દેડકાના ઝેરનો નશો થતો હોવાની ખબર પડી ત્યારે હું બહુ ઓવરવેઈટ હતો, દારુ અને બીજો ડ્રગ્સના સકંજોમાં હતો.મારા મિત્રે મને દેડકાના ઝેરનો નશો કરવાનુ સૂચન કર્યુ હતુ.એ પછી મેં ૫૩ વખત આ નશો કર્યો છે.મેં મારુ ૧૦૦ પાઉન્ડ વજન પણ ઘટાડ્યુ છે.ફરી બોક્સિંગ કરવા માંડયો છું અને પત્ની બાળકો સાથે ફરી જોડાઈ ગયો છું.
ટોડ વેનમ એટલે કે દેડકાનુ ઝેર અમેરિકાના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં કોલોરાડો નદીમાંથી મળતા દેડકામાંથી મળતુ હોય છે.આ દેડકા સાત મહિના અન્ડરગ્રાઉન્ડ રહેતા હોય છે.એવુ કહેવાયુ છે કે, તેનો નશો કેટલાક પરંપરાગત ડ્રગ્સ કરતા ચાર થી ૬ ગણો પાવરફુલ હોય છે.
દેડકાનુ ઝેર એક શક્તિશાળી નેચરલ સાઈકેડિલક બનાવે છે.જે બહુ ઝડપથી અસર કરે છે.માત્ર ૩૦ સેકન્ડમાં તેની અર થવા માંડે છે.બીજો અડધો કલાક સુધી તેનો નશો કરનાર હલન ચલન કરવા માટે પણ સક્ષમ રહેતો નથી.એટલે આ નશો કરતી વખતે કોઈ તમારી સાથે હોય તે પણ જરુરી છે.
ટોડ વેનમથી મોતનો ખતરો પણ રહેતો હોય છે.રિસર્ચ પ્રમાણે તેમાં ચાર પ્રકારના તત્વો હોય છે.હાર્ટ પર તેની ગંભીર અસર પડતી હોવાનો દાવો છે.આ ઝેરનો નશો અમેરિકામાં ગેરકાયદે છે અને તેની સાથે પકડાનારને ૧૦ વર્ષની સજોની પણ જોગવાઈ છે.