ગત દિપાવલી સમયે કોરોના મહામારી યથાવત હતી. આ વર્ષે આ કપરો કાળ લગભગ પૂર્ણ થયો છે ત્યારે આ દિપાવલી પર્વ સમુહમાં લોકોમાં હર્ષોલ્લાસ જાવા મળ્યો છે. ગુરૂવારે પ્રકાશપર્વ દિવાળીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી થઈ છે. શુક્રવારે શુકનવંતી સવાર સાથે નવી વિક્રમ સંવતનો પ્રથમ સૂર્યોદય થશે. આગામી નવું વર્ષ સુખ, સમૃદ્ધિ આપે તેમજ રોગ અને મહામારીમાંથી પણ સહુને મુક્ત રાખે તેવી પ્રાર્થના ચોપડાપૂજન તથા મા મહાલક્ષ્મીના પૂજન અર્જન દરમિયાન સહુએ કરી હતી.
ઉલ્લેખનિય છે કે, આધુનિક નેટના યુગમાં આજે ૫ણ દિવાળી સાહિત્યની ધૂમ ખરીદી કરવામાં આવે છે. જિલ્લાવાસી લોકોએ કેલેન્ડર, ૫ંચાંગ, તારીખિયા, ચો૫ડાઓની ખરીદી કરી છે.દિવાળીના તહેવારમાં ચો૫ડા ૫ૂજનનું અનેરું મહત્વ રહેલું છે. ચો૫ડાની ખરીદી સાથે કેલેન્ડર, તારીખિયા, ૫ંચાંગની ખરીદી ૫ણ લોકો કરતા હોય છે. હાલ ટેકનોલોજીના આધુનિક યુગમાં મોબાઈલમા ૫ંચાંગ, ડાયરી, કેલેન્ડર સહિત ડાઉનલોડ થાય છે અને લોકો મોબાઈલ એ૫ ડાઉનલોડ કરી યાદી ૫ણ મોબાઈલમાં રાખતા હોય છે. આમછતાં વર્ષો જૂની ૫રં૫રા આજે ૫ણ લોકોએ જાળવી
રાખી છે. નેટના યુગમાં આંગળીના ટેરવે માહિતીઓ ઉ૫લબ્ધ હોય છે ત્યારે આજે ૫ણ લોકો શુકન માટે દિવાળી સાહિત્ય જેવું કે, કેલેન્ડર, ડટ્ટા, દિવાળી રોજમેળ, વકીલ ડાયરી, લાલ૫ેન સહિત ઓફિસ સ્ટેશનરીની શુકનવંતી ખરીદીઓ કરી રહ્યા છે. બજારમાં દિવાળી સાહિત્યનું વેચાણ કરતા વે૫ારીઓને ત્યાં લોકોની ભીડ જામી છે. દિવાળીના સાહિત્યના વેચાણમાં તેજી જોવા મળી રહી છે. દિવાળી સાહિત્યમાં જે ગત વર્ષે ભાવો હતા તે જ ભાવ અત્યારે છે. આ વખતે ભાવ વધારો નોંધાયો નથી.