રાજુલા તાલુકાના વિક્ટર ગામે પ્રાથમિક શાળામાં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી દ્વારા શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પરિતાબેન મકવાણા, ઉપસરપંચ રમેશભાઇ ભટ્ટ, સદસ્ય દાદુભાઇ ગાહા, ડાયાભાઇ વાજા, શોભનાબેન બાંભણીયા, અનિલાબેન પરમાર, યોગેશભાઇ રાવળ, ઇબ્રાહિમભાઇ ગાહા, વિશાલભાઇ પંડ્યા, રવિભાઇ સોલંકી, મકવાણાભાઇ, જીવાભાઇ, હિતેશભાઇ મકવાણા, મુળજીભાઇ ચૌહાણ સહિત એસએમસીના સદસ્યો, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.