મરીન પીપાવાવના વિકટર ચેકપોસ્ટ પાસે બ્રિજ નીચેથી ફોર વ્હીલ લઈને પસાર થતાં એક યુવકને અટકાવી તલાશી લેતાં તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. મહુવામાં રહેતા સુનિલભાઈ આણંદભાઈ ભાલીયા (ઉ.વ.૩૨) નામનો ઇસમ ફોર વ્હીલ લઇને પસાર થતો હતો ત્યારે તેની કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાંડની ૧૩ બોટલ મળી આવી હતી. પોલીસે કાર, દારૂની બોટલો મળી કુલ રૂ.૫,૦૩,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ બી. ઝીંઝાળા વધુ તપાસ કરી રહ્યા છે. મોટા ઉજળા ગામેથી ૫ લીટર, અંટાળીયા ગામેથી ૫ લીટર તથા રાજુલામાંથી ૫ લીટર મળી કુલ ૧૫ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. ટીંબી ગામે હાઈ-વે રોડ પરથી ૪, ત્રાકુડા તથા સાવરકુંડલામાંથી ૨-૨ મળી કુલ ૮ ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.