રાજુલા તાલુકાના વિક્ટરમાં દરિયાનું ખારુ પાણી આગળ વધે છે. આ પ્રશ્ન અંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ અવારનવાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને પણ રજૂઆત કરી હતી કે, વિક્ટર ગામનો બંધારો મંજૂર કરવામાં આવે તો ખારું પાણી આગળ આવતું અટકે તેમજ અવારનવાર પાણી ફેલાઈ જતું હોવાથી લોકો પણ ફસાઈ જાય છે. આ ઉપરાંત તેમને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવી પડતી હોય છે અને મીઠાના ધોવાણ થઈ જાય છે. આથી જો બંધારો થાય તો મીઠાનું ધોવાણ ન થાય અન મીઠાના ઉત્પાદનમાં પણ ફાયદો થાય. આ અનુસંધાને કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે સરકાર દ્વારા રૂ. ૩ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આમ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા વિકટર ગામના સરપંચની રજૂઆતો ધ્યાને લઇ સરકારે આ મંજૂરી આપી હતી.