૯મી ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા બાદ વિકી કૌશલ અને કેટરીના કૈફ ફેન્સ સાથે સતત તેમના ફંક્શનની તસવીરો શેર કરી રહ્યા છે. લગ્ન, મહેંદી અને પીઠી બાદ કપલે તેમના પ્રી-વેડિંગ ફંક્શનમાંથી કેટલીક અનસીન તસવીરો શેર કરી છે. વિકી અને કેટરીનાની આ તસવીરો રોમેન્ટિક છે. તસવીરોમાં, વિકી અને કેટરીના પીચ કલરના ટ્રેડિશનલ આઉટફિટમાં ટ્વિનિંગ કરતા જાવા મળી રહ્યા છે. કેટરીના કૈફે શીર સાડી અને ફૂલ સ્લીવનો પ્રિન્ટેડ બ્લાઉઝ પહેર્યો છે જ્યા વિકી કૌશલ શેરવાનીમાં હંમેશાની હેન્ડસમ લાગી રહ્યો છે. કેમેરા સામે પોઝ આપતી વખતે વિકી કૌશલને કેટરીનાના કપાળ પર કિસ કરતો પણ જાઈ શકાય છે. તસવીરોના કેપ્શનમાં લખ્યું છે, પ્રેમ, સન્માન અને સ્વીકાર કેટરીના કૈફે ચાર તસવીરો શેર કરી છે. જેમાંથી એક તસવીરમાં તેના માથા પર વેલ જાવા મળી રહી છે, જ્યારે વિકી તેને પ્રેમભરી નજરે નિહાળી રહ્યો છે અને તેના હાથમાં ફ્લાવર છે. આ સિવાય એક તસવીરમાં તેઓ ગુલાબની પાંખડીથી શણગારેલા પગથિયા પર પોઝ આપી રહ્યા છે. વિકી કૌશલ અને કેટરીના કૈફે રાજસ્થાનના ૭૦૦ વર્ષ જૂના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં ૯મી ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. લગ્નમાં માત્ર પરિવારજનો તેમજ મિત્રો તેમ કુલ મળીને ૧૨૦ મહેમાનોને જ આમંત્રિત કર્યા હતા. કેટરીના અને વિકી ઈન્ટરનેશનલ ડેસ્ટિંનેશન વેડિંગ કરવા ઈચ્છતા હતા પરંતુ બંને હાલ તેમના પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાથી રાજસ્થાનના મહેલ પર પસંદગી ઉતારી હતી. શાહી લગ્ન બાદ કેટરીના કૈફ અને વિકી કૌશલ કોઈ અજાણ્યા સ્થળે હનીમૂન પર ઉપડી ગયા હતા. હનીમૂન પરથી પરત આવ્યા બાદ મુંબઈમાં તેઓ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ માટે ગ્રાન્ડ રિસેપ્શન યોજે તેવી શક્યતા છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, વિકી કૌશલ પાસે હાલ સામ બહાદુર, ધ ઈમોર્ટલ અશ્વથામા, તખ્ત જેવી ફિલ્મ છે. બીજી તરફ કેટરીના પાસે સલમાન ખાન સાથેની ટાઈગર ૩ અને ઈશાન ખટ્ટર તેમજ સિદ્ધાંત ચતુર્વેદી સાથેની ‘ભૂત પોલીસ’ છે.