વિકાસ સપ્તાહનો વિકાસરથ તા.૦૯ના રોજ લીલીયા તાલુકાના આંબા, લોકી સહિતના ગામો ખાતે આવી પહોંચ્યો હતો. ગ્રામજનોએ વિકાસરથનું દબદબાભેર સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સરકારી યોજનાઓના લાભ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યા છે. આ તકે ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓ વિષયક માહિતી પ્રાપ્ત કરી હતી. ગ્રામજનોએ સરકારના વિકાસ કાર્યોની સરાહના કરી હતી. વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, આગેવાનો સહિત ઉપસ્થિત ગ્રામજનોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી. રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા ગ્રામજનો સંકલ્પબદ્ધ બન્યા હતા.






































