‘કૃષિ સંકલ્પ અભિયાન’ અંતર્ગત કૃષિ રથ બગસરા તાલુકાના હામાપુર ગામે પહોંચ્યો હતો. ૨૯ મે થી ૧૨ જૂન દરમિયાન ચાલનારા આ અભિયાનનો ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતી અંગે
જાગૃત કરવાનો છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. મીનાક્ષીબેન બારીયાના માર્ગદર્શન હેઠળ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક એન. એમ. કાછડીયા અને ખેતી અધિકારી એસ.જી. બારીયા દ્વારા હામાપુરના ખેડૂતોને નવીનતમ ખેતી પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતીના ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં
આવી હતી.









































