ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રી ખરીફ કેમ્પેઇન અંતર્ગત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન માટેનો કૃષિ રથ ધારી તાલુકાના ચલાલા, મોરઝર અને કેરાળા મુકામે પહોંચ્યો હતો. આ વિકસિત કૃષિ સંકલ્પ યાત્રામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. મીનાક્ષીબેન બારીયાના માર્ગદર્શન હેઠળ કેન્દ્રના વૈજ્ઞાનિક એન. એમ. કાછડીયા અને ખેતી અધિકારી એસ. જી. બારીયા દ્વારા ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિની માહિતી તેમજ પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.