અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ જગ્યાએથી ૭ પ્યાસીને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી.વિકટર ચેકપોસ્ટ પરથી પીપાવાવધામ મંદિર વિસ્તારમાં રહેતો શામજીભાઈ ગોબરભાઈ ગુજરીયા કેફી પીણું પીધેલી હાલતમાં બોલેરોને સર્પાકાર રીતે
આખા રોડમાં ચલાવતો મળી આવ્યો હતો.
આ સિવાય વિવિધ જગ્યાએથી સાત ઈસમો નશામાં વાહન ચલાવતાં મળી આવ્યા હતા. જિલ્લામાં છ મહિલા સહિત ૩૦ ઈસમો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો.
આ સિવાય ૩૫ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.