વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાને શરૂ કરેલ અભિયાન- એક પેડ મા કે નામ, અંતર્ગત જીએચસીએલ ફાઉન્ડેશને પોતાની સામાજિક પ્રતિબધ્ધતા દર્શાવીને કંપની દ્વારા આસપાસનાં ૭ ગામોમાં જાહેર સ્થળોએ ૨૦૦૦ જેટલા વૃક્ષો સામુદાયિક ધોરણે રોપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશને લીલી વસુંધરા નામ આપવામાં આવ્યુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા જીએચસીએલનાં તમામ પ્રતિનિધિઓ, સી.એસ.આર ટીમ તથા ગ્રામ પંચાયતનાં સભ્યો અને સરપંચે જહેમત ઉઠાવી હતી.