વિંછીયાના પીએસઆઈ આર.કે.ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ બાતમીના આધારે મોઢુકા ગામથી વિંછીયા જવાના રસ્તે હાથસણી ગામના પાટીયા પાસે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં નીકળેલ ટ્રકને અટકાવી તલાશી લેતા તેમાં બાજરાની ગુણીમાં છુપાવેલ અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ ૨૮૮૦ કિં.રૂ. ૭.૩૨ લાખનો જથ્થો મળી આવતા ટ્રક ડ્રાઈવર સુજાતખા ઈભરામખા બેલીમ અને કલીનર મામદ મુળાભાઈ કેવરને દબોચી લેવાયા હતા. વિંછીયા પોલીસે રૂ.૭.૩૨ લાખનો દારૂ, ૭૦ ગુણી બાજરી તથા ટ્રક મળી કુલ રૂ.૨૦.૪૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ બન્ને શખ્સોનો કોવિડ ટેસ્ટ કરાવી ધરપકડની તજવીજ હાથ ધરી હતી. આ બનાવમાં વિંછીયા પોલીસની તપાસમાં આ દારૂનો જથ્થો અકબર ઓસમાણભાઈ શેખ અને મોહસીન ભાયા નામના શખ્સે મોકલ્યાનું
અને અન્ય એક મોબાઈલધારકનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઈ છે.