વિંછીયા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વિંછીયાના માર્કેટીંગ યાર્ડ ખાતે વિક્ટીમ કંપન્સેસન સ્કીમ-૨૦૧૯ વિષય પર કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકીલ બી.વી.ધરજીયા દ્વારા આ સ્કીમ વિશે માહિતી આપવામાં આવી હતી. જ્યારે વકીલ બી.આર.રાઠોડ સહિતનાઓ દ્વારા મજૂર કાયદા વિશે તેમજ લીગલ સર્વિસ ઓથોરિટી એકટ વિષે સમજ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ચેરમેન જે.વી.અઢીયાના માર્ગદર્શન હેઠળ લીગલ સેક્રેટરી એ.એન.પંડયા દ્વારા કરવામાં આવ્યું હતું.