ગુજરાત પ્રજ્ઞાચક્ષુ ગામનો ચોરો વોટ્‌સએપ ગૃપ અને લાયન્સ ક્લબ વસ્ત્રપુર મોસલી ઓફ ધ બ્લાઇજ એવમ પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઇ વાલાણીના સંયુક્ત ઉપક્રમે શુક્રવાર અને શનિવારના રોજ વિંછીયામાં ઓમકાર સ્કૂલ ખાતે બે દિવસીય બ્લડ ડોનેશન કેમ્પ સહિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. શુક્રવારે સાંજે ૯ થી ૧ર વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જ્યારે બીજા દિવસે આરોગ્ય કેમ્પ, આઇ ચેકઅપ, ડાયાબિટીસ ચેકઅપ, ડેન્ટલ ચેકઅપ વગેરે કેમ્પ રાખવામાં આવેલ છે. જેમાં અમદાવાદ તથા ગાંધીનગરના ડોક્ટરો સેવા આપશે. આ જ દિવસે સવારે ૯ થી સાંજે પ વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ રહેશે. આ વિવિધ કેમ્પ તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા કાંતિભાઇ તેમજ પાંચાળ વિકાસ બોર્ડના પ્રમુખ વિનોદભાઇની યાદીમાં જણાવાયું છે.