રાજકોટ જિલ્લા કક્ષાના કલા ઉત્સવ ૨૦૨૧-૨૨ અંતર્ગત ગોંડલની એશિયાટિક એન્જીનીયરીંગ કોલેજ ખાતે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી માધ્યમિક વિભાગમાં વિંછીયાની એમ.બી. અજમેરા અને ધોળકિયા એચ.પી.કે.હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થી જય વિમલકુમાર ત્રિવેદીએ નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમ તથા ઋત્વી જીવણભાઈ જાશીએ કાવ્ય ગાન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી શાળા તેમજ વિંછીયા શહેરનું નામ રોશન કર્યું હતું. જે બદલ શાળાના આચાર્ય, કર્મચારી ગણ તેમજ સંચાલક મંડળે બન્ને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર બન્ને વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.