રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લાના વિંછીયામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ સાધન સહાય કેમ્પનો પ્રારંભ કરાયો હતો. જેમાં દિવ્યાંગોને કેમ્પમાં જ સાધનો સરળતાથી મળી રહે તે માટે તેમને ઉપયોગી કૃત્રિમ હાથ-પગ સ્થળ પર જ બનાવીને વિનામૂલ્યે અપાયા હતા. એલીમ્કો કંપની અને એસ.આર. કંપનીના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમનો લાભ લેવા માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા ૧૨૨ દિવ્યાંગોને બોલાવાયા હતા. આ કાર્યક્રમમાં આશરે ૩૦ લાભાર્થીઓને બસમાં વિનામૂલ્યે મુસાફરીના પાસનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાંગોનું નિઃશુલ્ક પરીક્ષણ અને કેલીપર્સ, કૃત્રિમ હાથ-પગ જેવા સાધનોના વિતરણ ઉપરાંત સંત સુરદાસ યોજના, મનોદિવ્યાંગોને પેન્શન, યુ.ડી.આઈ.ડી. કાર્ડ, દિવ્યાંગ પ્રમાણપત્ર સહિતની સેવાઓનો લાભ અપાયો હતો.