વિંછીયા તાલુકામાં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા વ્યાપક નુકસાનના પગલે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી હતી. જેમાં વિંછીયા તાલુકાના રેવાણીયા ગામે રહેતા ખેતમજૂર દાનાભાઈ રામજીભાઈ જાદવ નામના આધેડે પાક નિષ્ફળ જવાથી આવેલી આર્થિક સંકડામણથી પીડાઈને પોતાના જ ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક દાનાભાઈના પરિવારજનોના જણાવ્યા મુજબ, ગયા વર્ષે પણ પાકમાં નુકસાન ગયું હતું અને આ વર્ષે પણ કમોસમી માવઠાના કારણે ખેતીમાં મોટું નુકસાન થવાથી તેઓ આર્થિક રીતે ખૂબ પીડિત હતા. આ જ કારણોસર નિરાશામાં આવીને તેમણે પોતાનો જીવ આપી દીધો હતો.









































